પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ.દેસાઈની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસના અધિકારી કર્મચારીઓએ કવાયત હાથ ધરી હતી જે અંતર્ગત એલસીબી પોલીસના એએસઆઇ દિગ્પાલસિંહ દશરથસિંહને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે હાલોલ ટાઉન પોલીસ મથકના વર્ષ ૧૯૯૯ ના પ્રોહિબશનના ગુનામાં છેલ્લા ૨૫ વર્ષથી નાસતો ફરતો આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુ બનવારીભાઈ ચૌહાણ મૂળ રહે.જલારામ નગર પાસે,કારેલીબાગ,વડોદરા હાલ રહે.આજવા રોડ,કમલા નગર પાસે,ચામુંડાવાસ વડોદરાનાઓ હાલમાં ચામુંડાવાસ ખાતેના ઘરે હાજર છે જે બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસના પીએસઆઇ એ.જે.રાઠવા એએસઆઈ દિગ્પાલસિંહ દશરથસિંહ તેમજ વિક્રમભાઈ મધુરભાઈએ બાતમી વાળા સ્થળે પહોંચી આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુ ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ મથકે સોંપ્યો હતો.
હાલોલ ટાઉન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં 25 વર્ષથી નાસતા ફરતા આરોપીની વડોદરાથી ઝડપી પાડતી જિલ્લા એલસીબી પોલીસ.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2024/01/nerity_2cfcbbefb4ab0627c5522000d53cba9e.jpg)