ડીસાના ભીલડી નજીક ઇકો અને બોલરો ગાડી વચ ડીસા પાસે ભીલડી પાલડી રોડ પર બોલેરો અને ઇકો ગાડી સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ત્રણ લોકોને ભીલડી બાદ વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.
ડીસા તાલુકાના ભીલડીથી પાલડી જવાના સિંગલ પટ્ટી રોડ પર ઇકો ગાડી અને બોલેરો વચ્ચે અકસ્માત સજાયો હતો. જેમાં પાલડી ગામે રહેતા પ્રવીણભાઇ મગનભાઇ ઠાકોર (ઉં. વ. 22, રહે.પાલડી), ટીનાજી મગનજી દરબાર (ઉં.વ.33, રહે.પાલડી) અને સુરેશભાઈ પશાભાઈ રાવળ (ઉં.વ.45, રહે.પાલડી ) ઇકો ગાડી લઇને પાલનપુર જવા નીકળ્યા હતા. તેઓ ભીલડીથી પાલડી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક સામેથી આવી રહેલી બોલેરો ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ઇકો ગાડી સામે ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. ગાડીમાંથી લોહી લુહાણ હાલતમાં ઈજાગ્રસ્તોને બહાર નીકાળી 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ભીલડીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજાગ્રસ્તોની હાલત વધુ નાજુક જણાતા તમામને વધુ સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડ્યા હતા.