ભીલડી પોલીસને મળેલ બાતમીના આધારે ડીસા તાલુકાના નાની ઘરનાળ ગામની સીમમાં રેડ કરી હતી. જેમાં બાવળની ઝાડીમાં જુગાર રમતા શૈલેષભાઈ વાલાભાઈ નાઈ (રહે.ભીલડી), લેબુજી ઇશ્વરજી ઠાકોર (રહે.જૂની ભીલડી), નરેશકુમાર પ્રભુભાઈ પરમાર (રહે.જૂની ભીલડી) ને ઝડપી લીધા હતા.
તેમની પાસેથી રૂ.10,600 રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ભીલડી પોલીસે કાર્યવાહી કરી કરી વધુ તપાસ પી.એસ.આઇ. એ.કે.દેસાઇ ચલાવી રહ્યા છે.