પંચમહાલ જિલ્લા ગોધરા રેન્જના નાયબ પોલીસ મહા નિરીક્ષક આર.વી.અસારી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે વર્ષના અંતિમ દિવસે એટલે કે આજે 31મી ડિસેમ્બરના દિવસને અનુલક્ષીને પંચમહાલ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે અને કોઈ અનિચ્છિય બનાવ ન બને તેની તકેદારી અને સુરક્ષા સલામતીને અનુલક્ષીને કામગીરી કરી રહેલ પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલના માર્ગદર્શન અને સૂચના હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.જે.રાઉલજી સહિત એસઓજી પોલીસની ટીમ જિલ્લામાં આવતા મુસાફરોના રોકાણ માટેના સ્થળો જેવા કે ગેસ્ટ હાઉસ,હોટલ,રિસોર્ટ વિગેરેમાં સધન ચેકિંગ કરી કંઈક ગેરકાયદેસર મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ કરી રહી હતી તે દરમ્યાન હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ પાવાગઢ ગામ તથા આજુબાજુ આવેલા ગેસ્ટ હાઉસ,હોટલ અને રિસોર્ટમાં ચેકિંગ દરમ્યાન પાવાગઢની તળેટીમાં આવેલ ચાર અલગ અલગ ગેસ્ટ હાઉસ જેમાં (૧) સિદ્ધિવિનાયક ગેસ્ટ હાઉસ (૨) જય દેવા ગેસ્ટ હાઉસ (૩) રંગતરંગ ગેસ્ટ હાઉસ (૪) ચાંપાનેર નિવાસ ગેસ્ટ હાઉસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં આ ચારેય ગેસ્ટ હાઉસના સંચાલકો દ્વારા સરકારના ધારા ધોરણ મુજબ પથિક સોફ્ટવેરમાં મુસાફરોની કરવામાં આવતી ઓનલાઇન એન્ટ્રી આ ચારેય ગેસ્ટ હાઉસના સંચાલકો દ્વારા પથિક સોફ્ટવેરમાં કરવામાં આવી ન હતી જેને લઈને પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસની ટીમે આ ચારેય ગેસ્ટ હાઉસના સંચાલકો સામે પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદાકીય કાર્યવાહી કરી હતી.