ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરેન્દ્રનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ચોટીલા / થાન પ્રાથમિક શિક્ષક સંઘના ઉપક્રમે નવા સૂરજદેવળ મંદિરના પટાંગણમાં 1008 બાળકો દ્વારા સૂર્ય યજ્ઞ (હવન) અને સૂર્ય નમસ્કાર કાર્યક્રમ ઘનશ્યામજી આર્યના બ્રહ્મસ્થાને કરવામાં આવ્યો હતો.જેમાં સુરેન્દ્રનગર જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નાથાભાઈ સંઘાણી, પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જીલુભાઈ ધાધલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાભાઈ સભાડ,મહામંત્રી ગંભિરસિંહ બોરાણા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંપાદક વી. ડી.સુથાર,સંચાલક મંડળના પ્રમુખ મેરુભાઈ ટમાલિયા,પૂર્વ મહામંત્રી દલિચંદભાઈ દલસાણીયા,સંગઠન મંત્રી ડૉ.દીપેન્દ્રભાઈ ધાધલ,ઉપપ્રમુખ રણછોડભાઈ નાંગર,યોગ હેડ કોચ નીતાબહેન દેસાઈ, સૂર્ય યુવા ગ્રુપના આગેવાનો જયરાજભાઈ ખાચર, પ્રતાપભાઈ માલા, ઉમાભાઈ ધાધલ,યુવા આગેવાન રસિકભાઈ મેટાળિયા સૂરજદેવળના પૂજારી મુન્ના મારાજ, ચોટીલા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ મેણીયા તેમજ મંત્રી સામતભાઈ પરમાર,થાન પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી દશરથભાઈ મેર,તાલુકા શિક્ષક મંડળીનાં મંત્રી મનજીભાઈ મેટાળિયા, ચોટીલા કે.ની અરુણભાઈ ચાવડા, બી.આર.સી.પ્રકાશભાઈ પરમારે હાજરી આપી હતી. આ યજ્ઞ આહુતીના સાક્ષી બની કાર્યક્રમને સફળ બનાવ્ય હતો, તેમજ આ કાર્યક્રમમાં ભોજનના દાતાઓ જીલુભાઇ ધાધલ, કાનભાઈ ભગત તેમજ ચાપરાજભાઈ ભગત દ્વારા આપવામાં આવ્યું હતું. અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમને ચોટીલા તેમજ થાનગઢ તાલુકાના શિક્ષકોએ જેહમત ઉઠાવી હતી. તેમજ ચોટીલા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.