માર્ગો પર ચોરીના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે. જેના કારણે પાટડી તાલુકાનાં માલવણ હાઇવે અને વઢવાણ તાલુકાનાં અણીન્દ્રા વચ્ચેથી ચાલુ ટ્રકમાંથી જીરાની ચોરી થઈ હતી. આ અંગે 6જેટલા શખસો સામે લખતર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. તેમાંથી એક આરોપી ગેડીયા ગામે હોવાનું લખતર પોલીસને બાતમી મળી હતી. ત્યારે લખતર પીએસઆઇ એન.એ.ડાભીનાં માર્ગદર્શન હેઠળ લખતર પોલીસની ટીમે ગેડીયા ગામે જઈ આરોપી હજરતખાન જતમલેકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.