મહિલાઓને પાણી માટે દૂર સુધી લાઈનમાં લાગી, ધક્કા ખાવા પડી રહ્યાં છે..
ડાંગ : વઘઈ તાલુકાના વાઘમાળ ગામે ઘણાં સમયથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે, રાજ્ય સરકાર રાજ્યમાં ઘરેઘરે નલ સે જલ યોજનાની વાતો વચ્ચે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં હજુ પણ પાણીની વિકટ સમસ્યાઓ સર્જાઈ રહી છે. હજુ પણ લોકો નલ સે જલ યોજનાનો પાણી નહીં પણ કુવા કે હેન્ડપંપનું પાણી પી ગુજરાન ચલાવી રહ્યા છે, હજુ ઉનાળાની શરૂઆત થઈ નથી ત્યાં તો ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા ના વાઘમાળ ગામે પાણી ની પાઇપલાઈન માં ભંગાણથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે, લોકોને પાણી પુરવઠા વિભાગ દ્વારા ત્રણ કે ચાર દિવસે પાણી આપવામાં આવી રહ્યું છે, જેના લીધે લોકોની હાલત કફોડી બની રહી છે, વાઘમાળ માં મહિલાઓ પાણી આવવાના દિવસે બધું કામ પડતું મૂકી પાણી ભરવા માટે દોડે છે, જેના લીધે ગૃહિણીઓ ની હાલત દયનીય બની ગઈ છે, ઉપરાંત ત્રણ-ચાર દિવસે પાણી અપાતા ગ્રામજનો એ ડ્રમ, પીપ સહિતના સાધનો એક જગ્યાએ પાણી ભરવા ખડકી દેવા પડે છે, રહીશો ના જણાવ્યા પ્રમાણે અનેકવાર પાણી પુરવઠા વિભાગ ને ફરિયાદો કરવા છતાં કોઈ નિવારણ આવતું નથી, આખો દિવસ બગડે છે પાણી ભરવા માટે અમારે જરૂરી કામ છોડીને તેની રાહ જોવી પડે છે અને જેના કારણે અમારો આખો દિવસ બગડે છે..