રોટરી કલબ ડીસા ડિવાઈન દ્રારા ..
“સુવર્ણપ્રાશન પ્રોજેક્ટ “ તા.૨૯.૧૨.૨૦૨૩ ના રોજ પુષ્યનક્ષત્ર નાં દિવસે કેશવ હોસ્પિટલમાં કરવામાં આવ્યો..
આ પ્રોજેક્ટ માં જન્મથી લઈ ને 12 વર્ષ સુધીનાં બાળકો ને સુવર્ણપ્રાશન ના ટીંપા પીવડાવવામાં આવ્યા .
સુવર્ણપ્રાશન આયુર્વેદમા વર્ણવેલ એક સંસ્કાર છે જે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. બાળક નાં શારીરિક માનસિક વિકાસ માં મદદરૂપ થાય છે. આ પ્રોજેક્ટ ના દાતા અને પ્રોજેક્ટ ચેરમેન રોટે. ડૉ.અવનીબેન ઠક્કર હતા. જેમાં 70 જેટલાં બાળકો એ લાભ લીધો. ક્લબ પ્રમુખ રોટે.ગિરિજાબેન અગ્રવાલ, સેક્રેટરી રોટે. ડૉ.વર્ષાબેન પટેલ, રોટે. ડો અલ્પાબેન શાહ, રોટે.કાન્તાબેન પટેલ, રોટે. ડૉ. શિખાબેન દેસાઈ હાજર રહ્યા હતા..