આજરોજ ડેડાણ મુકામે અયોધ્યા શ્રી રામ મંદિર થી પુજા કરેલ અક્ષત (ચોખા) કળશ નુ આગમન થયું હતું અને વિશ્વ હિન્દુ પરિષદ ડેડાણ ના કાર્યકર્તાઓ તથા RSS ડેડાણ ના કાર્યકર્તાઓ તથા દરેક હિન્દુ સમાજ ડેડાણ દ્રારા કળશ નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ડેડાણ મા કળશ યાત્રા નું આયોજન કર્યું હતું તથા રાધાકૃષ્ણ મંદિર ડેડાણ શ્રી શ્યામ મંદિર ડેડાણ તથા શ્રી રામજી મંદિર ડેડાણ દ્વારા કળશ ની પુજા તથા આરતી કરવામાં આવી હતી.

અને હવે પછી આ અક્ષત (ચોખા),આમંત્રણ પત્રિકા, અને એક શ્રી રામ મંદિર નો ફોટો ડેડાણ તથા ડેડાણ ની નીચે આવતાં 12 ગામમા હિન્દુ સમાજ ના ઘરે ઘરે વિતરણ કરવામાં આવશે. 

(1) ડેડાણ(2) રાણીગંપરા(3) સરાકડીયા(4) કોદીયા(5) રાયડી(6) પાટી(7) નેસડી(8) સમઢીયાળા 2(9) જીવાપર(10) કાતર પરા(11) જુના માલકનેશ(12) નવા માલકનેશ નો સમાવેશ થાય છે.