ડીસા જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા ચાલતા ભજનની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. શહેરના માર્ગો પર ફરી શોભાયાત્રા જલારામ મંદિરે પૂર્ણ થયા બાદ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા જલારામ ગૌ સત્સંગ મંડળ છેલ્લા સાડા પાંચ વર્ષથી સનાતન ધર્મમાં ઘેર ઘેર જઈ ભજન કરે છે. જેમાં માત્ર પ્રકાશ પાણી અને પાથરણાની અપેક્ષા હોય છે અને સ્વૈચ્છિક આવતી રકમ તમામ જરૂરિયાત વાળી ગૌ શાળામાં અપાય છે. જેમાં અત્યાર સુધી 70 લાખથી વધુ રકમ ગૌશાળામાં અપાયી છે.

 સત્સંગ મંડળમાં દર 50મો ગુરુવાર ભોજન પ્રસાદ દાતાના સહયોગથી યોજાય છે. ત્યારે આજે 250 માં સત્સંગના અનુસંધાને ગઇકાલે સાંજે રામચરિત માનસ મંડળ હોલ ઉમિયાનગરથી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા વિશાળ સંખ્યામાં જલારામ મંદિર સુધિ કાઢવામાં આવી હતી.

 જલારામ મંદિરે મહાઆરતી, ભોજન પ્રસાદ તેમજ મોડી રાત સુધી ભજનની રમઝટ જમાવી હતી. આ કાર્યક્રમમાં દાતાનું તેમજ રેગ્યુલર ભજનિકોનું સન્માન ભગવત ગીતા ખેસ અને મોમેન્ટો રામ રતનજી મહારાજ અને યશવંત શાસ્ત્રીજી મહારાજ હસ્તક આપી કરવામાં આવ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજના મોબાઈલ યુગમાં ભજનમાં કોલેજ કક્ષાની દીકરીઓ પણ મોટી સંખ્યામાં આવે છે તેમના હસ્તક દીપ પ્રાગટય કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભગવાનદાસ બંધુએ કર્યું હતું.