હાલોલ તાલુકાના ગેટ મુવાલા ગામે સેન્ટ ગોબન ગ્રાઈન્ડવેલ નોર્ટન લી. નામની કંપનીના પ્લાન્ટનું હાલમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જેમાં કંપનીમાં શેડ તથા દીવાલોના બાંધકામ સહિતનું કામ ચાલતું હોઇ તેમજ સમગ્ર કંપનીના પ્લાન્ટમાં કેબલ વાયરોનું પણ કામકાજ કરવા માટે શેરીનોવ અને જીગર ઇલેક્ટ્રોનિક્સને કંપની ખાતે કેબલ વાયરોનું કામ કરવા માટેનો કોન્ટ્રાકટ આપવામાં આવેલો છે જે અંતર્ગત કંપનીના પ્લાન્ટમાં હાલમાં ચાલતા બાંધકામને પગલે કંપનીના દરવાજા તથા બારી બારણાઓ ફીટ કરેલા ન હોવાને કારણે કંપનીનો શેડ ખુલ્લો રહેવા પામ્યો છે જેમાં કંપની દ્વારા પ્લાન્ટમાં કેબલ વાયરો નાખવાની કામગીરી ને લઈને ગત તારીખ ૦૧/૦૯/૨૦૨૩ ના રોજ અલગ અલગ કોપર કેબલ વાયરોના ડ્રમ કંપની દ્વારા મંગાવી ખુલ્લા શેડમાં મુકવામાં આવ્યા હતા જેમાં ખુલ્લા શેડનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ કંપનીના ખુલ્લા શેડમાં પ્રવેશ કરી કોપલ કેબલ વાયરોના ડ્રમમાંથી કેબલો કાપી નાખી કુલ ૬.૧૦ લાખ રૂપિયા જેટલી કિંમતના કોપર કેબલ વાયરોની ચોરી કરીને ફરાર થઈ જવા પામ્યા હતા. જેમાં બનાવ અંગેની જાણ કંપનીના પ્રોડક્શન મેનેજર દુષ્યંતભાઈ કનુભાઈ જગદીશવાલાને થતા તેઓએ કંપનીના મેનેજમેન્ટને સમગ્ર હકીકતની જાણ કરી હતી જેમાં તારીખ ૦૨/૦૯/૨૦૨૩ થી લઇ તારીખ ૨૨/૧૧/૨૦૨૩ સુધીમાં કંપનીના ખુલ્લા શેડમાં મુકેલા કેબલ વાયરોના ડ્રમમાંથી ૬.૧૦,૦૦૦/- રૂપિયાની કિંમતના કોપર કેબલ વાયરોની ચોરી અંગેની ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે કંપનીના એચ.આર મેનેજર મયુરભાઈ જોનભાઈ પરમારે નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઇસમ સામે ચોરીનો ગુનો નોધિ વધુ તપાસના ચક્રો ગતિમાન કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.