પેટલાદ શહેરના ટાઉનહોલ રોડ ઉપર એક મહિના અગાઉ ભૂવો પડ્યો હતો. તંત્ર દ્વારા તે વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું હતું અને રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક મહિનાથી ખોદકામ કરેલા વિસ્તારમાં ખુલ્લા ભુવામાં ગટરના પાણી ભરાઈ રહ્યા છે. રસ્તા વચ્ચે કામગીરી ન થતા વાહનચાલકોમાં અકસ્માતનું જોખમ રહેલું છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે રીપેરીંગ કામ કરવામાં આવે તે જરૂરી છે.