આગામી ઉત્તરાયણ પર્વ ને લઈ અત્યારથી જ લોકો પતંગ ચગાવવાની શરૂઆત કરી નાખી છે ત્યારે ઉતરાણ પર્વ દરમિયાન લોકો અને પશુ પક્ષીઓ માટે ઘાતક ચાઇના દોરીના વેચાણ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં પણ કેટલાક વેપારીઓ રૂપિયા કમાવાની લાયમાં ચાઇના દોરી નું વેચાણ કરી રહ્યા છે ત્યારે રવિવારે ડીસા દક્ષિણ પોલીસની ટીમે શહેર ના કલાપી નગર વિસ્તારમાં રેડ કરી ચાઈના દોરી ના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે
ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઇ આર.એસ દેસાઈ
સ્ટાફ ના પ્રવિણભાઈ જગાણીયા
વિરસંગભાઈ ભરતકુમાર
હરેશભાઈ સહિત ની ટીમ ગઈકાલે ડીસા શહેર માં પેટ્રોલિંગ માં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે શહેરના કલાપી નગર વિસ્તારમાં આવેલ ચામુંડા સિઝન સેન્ટરમાં પ્રતિબંધિત ચાઇના દોરી નું વેચાણ થઈ રહ્યું છે જેથી
તાત્કાલિક દક્ષિણ પોલીસની ટીમે સ્થળ ઉપર જઈ રેડ કરતા દુકાનમાંથી ચાઈનીઝ દોરી ની 23 ફીરકીઓ મળી આવી હતી. પોલીસે 8780 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી આરોપી જીગ્નેશ ઉર્ફે જીગર બીજલભાઈ પ્રજાપતિ ની અટકાયત કરી તેની સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસની આ કાર્યવાહીથી ચાઇના દોરીનું વેચાણ કરતા તત્વો માં ફાફડાટ વ્યાપી ગયો છે