ડીસાના વોર્ડ નં. 10 માં નવીન બનેલી 16 જેટલી સોસાયટીના રહેશોએ તેમની સોસાયટીના નામ સેક્શનમાં ઉમેરવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. મતદાર નોંધણી અને વોટિંગમા તકલીફ ન પડે તે માટે સ્થાનિકોએ રજૂઆત કરી હતી.
ડીસાનો વિકાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને બહારથી આવેલા અનેક લોકો નવિન બનેલ સોસાયટીઓમાં વસવાટ કરવા લાગ્યા છે. જેમાં વોર્ડ નં. 10 માં પણ નવી 16 જેટલી સોસાયટીઓ બની છે. જેમાં અંદાજીત 300 થી 400 જેટલાં લોકો વસવાટ કરે છે ત્યારે આ સોસાયટીના નામ સેક્શનમાં ન હોવાથી લોકોને મતદાન નોંધણી અને વોટિંગમાં તકલીફ પડતી પડે છે. જેથી આ સોસાયટીના રહીશોએ આજે નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું અને તેમની સોસાયટીઓનો નગરપાલિકા સેકશનમાં સમાવેશ થાય અને આ વિસ્તારમાં નવું બૂથ ફાળવવા માટે રજૂઆત કરી હતી.
વોર્ડ નં. 10 માં નવિન બનેલ મંગળ પાર્ક, જલારામ સોસાયટી, ક્રિષ્ના પાર્ક, સ્વામિનારાયણ સોસાયટી, સાનિધ્ય વિલા, વી એન મંડોરા પાર્ક, એમ વી પાર્ક, દ્વારકેશ સોસાયટી, માધવ સીટી, બંસરી સોસાયટી, શ્રીનિવાસ સોસાયટી, શ્રીજી વાટિકા, જયશ્રી પાર્ક, તિરૂપતિ પરિષદ શ્રીજી રેસીડેન્સી અને શ્રી રાધે ક્રિષ્ના બંગ્લોઝ સહીત 16 સોસાયટીઓનો સમાવેશ થાય છે.