બનાસકાંઠાના આગથળા પોલીસની હદમાં છેલ્લા બે મહિનાથી બળાત્કાર, અપહરણ અને પોકસો જેવા ગંભીર ગુન્હો આચરી નાસતા ફરતા આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. જે અંગે ડીસા સીપીઆઈ વધુ તપાસ હાથ ધરી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આગથળા પોલીસ મથકે બે મહિના અગાઉ બળાત્કાર, અપહરણ અને પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. જેમાં થરાદ તાલુકાના વાઘાસણ ગામનો કસ્તુર જોહાભાઈ ઠાકોર નામનો યુવક એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને તેનું અપહરણ કરી ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ આગથળા પોલીસ મથકે નોંધાતા પોલીસે આરોપીની શોધખોળ હાથ કરી હતી.
જોકે, છેલ્લા બે મહિનાથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા આ આરોપીને આજે લાખણી વિસ્તારમાં ફરતો હોવાની માહિતી મળતા જ પોલીસ સતર્ક બની હતી અને આરોપીને લાખણી મુકામેથી ઝડપી પાડ્યો છે. આ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી માટે ડીસા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવ્યો છે.