નાના મોટા અકસ્માતની ઘટના વધી રહી છે
અમરેલી જિલ્લામાં અનેક હાઇવે બિંસ્માર હોવાથી વધુ અકસ્માતની ઘટના વધે છે. ઉપરાંત વાહન ચાલકો બે ફામ રીતે ચલાવી રહ્યા છે જેના કારણે બેલેન્સ ગુમાવી દેવાના કારણે અકસ્માત સર્જાય છે.
અમરેલી જિલ્લામા નાના મોટા અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. અમરેલી તાલુકાના મોટા આંકડીયા અને અમરાપુર વચ્ચે અકસ્માતની ઘટના બની છે. ઇનોવા કાર પુરપાટ સ્પીડે આ હાઇવે ઉપર જઇ રહી હતી, ત્યારે અહીં ઇનોવામાં માત્ર એક જ ડ્રાયવર સવાર હતો અને સ્પીડ વધુ હોવાને કારણે બેલેન્સ ગુમાવી દેવાયુ જેના કારણે રોડ સાઈડ 8 ફૂટ ખાળીયામા ઇનોવા ઉતરી જતા અન્ય વાહન ચાલકોમા અફડા તફડી સર્જાય ગઈ હતી. આ ઇનોવા ખાળીયામા ઉતરી જવાના કારણે ડ્રાયવરની સામાન્ય ઇજાઓ થઈ હતી અને ઇનોવા કારમાં નુકસાન ગયું હતુ. બીજી તરફ સ્થાનિક વાહન ચાલકો આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇનોવા કાર ચાલક ડ્રાયવરને બહાર કાઢવામાં આવ્યો હતો
રિપોર્ટર .ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.