ડીસા માંથી ગેરકાયદેસર રેતી ભરી જતાં ચાર ડમ્પર ઝડપાયા..
ડીસા પાસેથી ફરી ગેરકાયદેસર રેતી ભરી જતા ચાર ડમ્પર ઝડપાયા છે, ડીસા તાલુકા પોલીસે અંદાજીત 80 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ડમ્પર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
બનાસકાંઠા જિલ્લામાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે, અને નદી માંથી રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદેસર રેતીની તસ્કરી કરી રહ્યા છે, ત્યારે ડીસા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે મહાદેવીયા પાસે થી ચાર શંકાસ્પદ રેતી ભરેલા ડમ્પર પસાર થઈ રહ્યા હતા, પોલીસે ત્રણેય ડમ્પરોને થોભાવી પૂછપરછ કરતા રોયલ્ટી ભર્યા વગર અને તાડપત્રી નાખ્યા વગર આ ડમ્પર પસાર થતા હોવાનું માલુમ પડ્યું હતું..
જેથી ડીસા તાલુકા પોલીસે ચારેય ડમ્પરો ને જપ્ત કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવ્યા હતા અને ચાર ડમ્પર સહિત અંદાજિત 80 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ડમ્પર ના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..