શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં બિરાજમાન "શ્રી ઘનશ્યામ મહારાજ ૭૧ મો પ્રતિષ્ઠોત્સવ" આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ ૭૧ મો પ્રતિષ્ઠોત્સવ મહોત્સવ કુલ ત્રણ દિવસનો ઊજવવામાં આવ્યો હતો. જેમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી - શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ તથા પૂજન, અર્ચન, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ, ભકિત સંગીત વગેરે વિવિધ ભક્તિ સભર કાર્યક્રમોનાં આયોજન પણ કરવામાં આવ્યાં હતાં. મહોત્સવનાં તૃતીય દિને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી તથા પૂજનીય સંતો હરિભક્તોના સાન્નિધ્યમાં સુસજ્જ મંદિર મહેલ શોભી રહ્યો ત્યારે તેનો ૭૧ મો વાર્ષિકોત્સવ હર્ષોલ્લાસભેર ઊજવવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજની ષોડશોપચારથી પૂજાવિધિ, અન્નકૂટોત્સવ, શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ, આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદ વગરે અનેકાનેક આધ્યાત્મિક કાર્યક્રમો સુસંપન્ન થયા હતા. દેશ-વિદેશના હજારો હરિભક્તોએ પૂજન, અર્ચન, આરતી, અન્નકૂટ દર્શન, દિવ્ય આશીર્વાદનો લ્હાવો લીધો હતો આ રીતે ત્રિદિનોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી.