બનાસકાંઠાના ખાણ-ખનીજ અધિકારીની સરકારી ગાડી પર જીપીએસ લગાવવાનો મામલે ખાણ ખનીજ અધિકારીએ 16 ડિસેમ્બરના પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ મામલાની તપાસ એલસીબીને સોંપાયા બાદ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જે ત્રણેયને પાલનપુર કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વોટ્સએપ ગ્રુપ દ્વારા જાસૂસી અને જીપીએસ પ્રકરણમાં અનેક ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ છે.

પાલનપુર ભૂસ્તર શાસ્ત્રીની સરકારી ગાડીમાંથી જીપીએસ મળ્યા બાદ પાલનપુર પશ્ચિમ પોલીસ ઢીલી નીતિ અને ઠોસ કાર્યવાહી ન કરતા સમગ્ર તપાસ પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી જિલ્લામાં ખાણ માફિયા બેફામ બન્યા છે. જીપીએસને ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીમાં લગાવી તેમની ઉપર જાસૂસી તો કરાતી હતી આ ઉપરાંત whatsapp ગ્રુપ દ્વારા પણ તેમના લોકેશન શેર કરવામાં આવતા હતા અને તેમની હાજરી અંગે સતત અવગત કરાવવામાં આવતું હતું.

જે અંગેની ઓડિયો ક્લિપ અને સ્ક્રીનશોટ વાયરલ થયા હોવા છતાં પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા આ દિશામાં ઢીલાસ રાખી હતી દરમિયાન સમગ્ર મામલો જિલ્લા ખનીજ ચોરીના મોટા સ્કેન્ડલનો હોઇ સમગ્ર મામલાની મૂળ સુધી પહોંચવા પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચને જિલ્લા પોલીસ વડા દ્વારા વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી.

એલસીબી પીએસઆઇ એમ.કે. ઝાલાને જવાબદારી સોપતા પી એસ આઈ અને તેમની ટિમ દ્વારા ત્રણ જેટલા ઇસમોની ગણતરીના સમયમાં જ અટકાયત કરી હતી જે બાદ એલસીબી દ્વારા ત્રણેય ઈસમોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા નામદાર કોર્ટ દ્વારા ત્રણેય ઈસમોને ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. પાલનપુર પશ્ચિમ પોલીસને આ ઢિલાસના કારણે આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યા હતા.