ડીસામાં આજે ફરી અખાદ્ય ચીજવસ્તુઓ નું વેચાણ કરતા વેપારીઓને ત્યાં, આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી, અને અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવતા 300 થી વધુ દુકાનદારો અને વેપારીઓ પાસેથી દંડ અને નોટીસ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી..

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ચોમાસાની ઋતુને ધ્યાને લઈ શહેર માં રોગચાળો ન ફેલાય તે હેતુથી તેમજ અખાદ્ય ઠંડા પીણા સહિત ની ચીજ વસ્તુઓના વેચાણના કારણે લોકો બીમારીમાં ન સપડાય તેની તકેદારીના ભાગરૂપે ડીસા નગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે અલગ અલગ 11 વોર્ડમાં 11 ટીમો બનાવી અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા સ્થળો પર તપાસ શરૂ કરી હતી..

આ ટીમોએ શહેર માં હોટલો, રેસ્ટોરન્ટ, ઠંડા પીણા, ફરસાણ, નાસ્તાની લારીઓ, મીઠાઈ ની દુકાનો, પાર્લર સહિત તમામ જગ્યાએ તપાસ કરી હતી..

જેમાં કેટલીક જગ્યાએ ડેરી માં વેચાતા દૂધમાં જીવ જંતુઓ, ફરસાણની દુકાનમાં બહુ દિવસ થી પડેલી ખાદ્ય વસ્તુઓ, વારંવાર ફરસાણ તળતા બળેલું તેલ, તેમજ એક્સપાયરી ડેટ વાળી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું..

આજરોજ આરોગ્ય વિભાગ ની તપાસ દરમિયાન મોટા ભાગની દુકાનોમાં લાઇસન્સ પણ જોવા મળ્યા ન હતા, જેથી અખાદ્ય ચીજ વસ્તુઓ નું વેચાણ કરતા વેપારીઓને તંત્રની ટીમોએ રૂપિયા 500 થી 5000 રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો હતો, તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ ને નોટિસ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરી હતી..