પાલનપુરના બાવરી ડેરામાં રહેતા સ્કૂલ રિક્ષા ચાલક રવિ વઢિયારએ બાળકીની હત્યા કરી હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે. ઘટનાના છ દિવસ બાદ પોલીસે આરોપી રિક્ષા ડ્રાઈવર રવિ લક્ષ્મણભાઈ વઢીયાર બાવરી ઉં.29 રહે. રહે.માન સરોવર ફાટક તારાનગર બાવરી ડેરા પાલનપુર ની અટકાયત દર્શાવી છે. જોકે, આરોપીએ હત્યા કેમ કરી, કેવી રીતે કરી તે રિમાન્ડ દરમિયાન જવાબો મેળવવાની કોશિશ કરાશે તેમ પોલીસે જણાવ્યું છે.
પાલનપુરના માનસરોવર ફાટક નજીક આવેલા તારા નગરમાં રહેતા શ્રમિક પરિવારની બે વર્ષીય બાળકી 15 ડિસેમ્બરના સાંજે ઝુંપડામાં સૂતી હતી અને તેની માતા ઘર બહાર કામ અર્થે ગઈ તે સમયે અચાનક ઝૂંપડામાં ખાટલામાં સૂતેલી બાળકી ગુમ થઈ ગઈ હતી. બાળકી ગુમ થઈ જતા બાળકીના માતા-પિતા સહિત આસપાસના લોકોએ બાળકીની શોધખોળ હાથ ધરી ઝૂંપડા સહિત આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં બાળકી ક્યાંય ન મળતા આખરે 2 કલાક બાદ ઝુંપડાથી થોડેક દૂર આવેલા જાડી જાખરાવાળા વિસ્તારમાં બાળકી મૃત હાલતમાં મળી આવી હતી.
બાળકીને મૃત હાલતમાં જોઈ પરિવારે ઘટનાની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસને કરી અને પશ્ચિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. બાળકીના માથાના ભાગે ઈજાના નિશાન દેખાયા હતા. પોલીસે 108 મારફતે બાળકીના મૃતદેહને પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.
જ્યાં બાળકીના પરિવાર દ્વારા બાળકીને અજાણ્યા શખ્સોએ ઝૂંપડામાંથી ઉપાડી તેની હત્યા કરી દીધી હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં હતા. જેને પગલે ફોરેન્સિક પીએમ અર્થે બાળકીના મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને પીએમ રિપોર્ટમાં બાળકીની હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું.
જે બાદ બનાસકાંઠા એલસીબી પોલીસે જે 3 પાડોશી શંકાસ્પદ યુવકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા તેમની ઉલટ સૂલટ વારા ફરતી અલગ-અલગ રીતે પૂછપરછ કરતા રવિ નામના શંકાસ્પદ આરોપીએ જ હત્યા કરી હોવાનો પોલીસ સમક્ષ ખુલાસો થયો હતો.
પોલીસની ટીમ આરોપીને ઘટના સ્થળે લઈ ગઈ બાળકીના પરિવારે કહ્યું બાળકી ગુમ થતાં સાંજે છ વાગે રવિને સાંકળથી બાંધી દીધો હતો.
પોલીસે જેને આરોપી તરીકે દર્શાવ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં પરિવારનો એકઠા થયેલા હતા. તેમણે જણાવ્યું કે અમારું ઘર બાળકીના ઘરની બિલકુલ સામે છે. જ્યારે બાળકી ગુમ થઈ ત્યારે અમે રવિને સાંકળથી સાંજે છ વાગે બાંધી દીધો હતો.
ઘટના બની તે દિવસથી જ પોલીસ અમારી પૂછપરછ કરી રહી છે. રવિ સ્કૂલની રિક્ષા ચલાવે છે 10 બાળકોને દરરોજ સ્કૂલ લઈ જતો હતો. હમણાં મહિના અગાઉ જ એક એના ઘરે બાળકીનો જન્મ થયો છે.