ડીસામાંથી વધુ એકવાર પ્રતિબંધિત ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. જેમાં પોલીસે ચાઈનીઝ દોરીના 23 જેટલા માજા અને 14 બોક્ષ જપ્ત કરીએ દુકાન માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉતરાયણને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કેટલાક વેપારીઓ વધુ નફો કમાવવાની લ્હાયમાં લોકો સહિત પશુ પક્ષીઓ માટે જીવલેણ અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરતા હોય છે. ત્યારે ડીસાના કલાપીનગર વિસ્તારમાં પણ એક યુવક ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા જ ડીસા શહેર દક્ષિણ પોલીસે તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન કલાપી નગરમાં આવેલ ચામુંડા સીઝન સેન્ટર નામની દુકાનમાં ચાઈનીઝ દૂરનો જથ્થો મળી આવ્યો હતો. દુકાનમાંથી 23 જેટલા ચાઈનીઝ દોરીના માજા અને 14 બોક્ષ મળી આવતા પોલીસે જપ્ત કર્યા હતા. જ્યારે દુકાન માલિક જીગ્નેશ ઉર્ફે જીગર બીજલભાઇ પ્રજાપતિની અટકાયત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.