લાલપુર તાલુકાના આરીખાણા અને રંગપુર ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા'' નું ઉમળકાભેર સ્વાગત કરાયુંવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુચારુ નેતૃત્વ તળે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અનવ્યે, જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા'' નું ગામડે-ગામડે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. લાલપુર તાલુકામાં આવેલા આરીખાણા અને રંગપુર ગામમાં ‘'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને તેના ઉદ્દેશ વિષે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધી, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, આઇ.સી.ડી.એસ. વિભાગ, પશુપાલન- વિવિધ વિભાગોની યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, લાભાર્થીઓએ યોજનાના મળેલા લાભો વિશે મેરી કહાની, મેરી ઝુબાની સંવાદમાં ઉપસ્થિત સર્વેને માહિતગાર કર્યા હતા. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતું ''ધરતી કહે પુકાર'' નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી. કાર્યક્રમ દરમિયાન, કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી શ્રી ડૉ.સુનિલ ગુપ્તા, શ્રી ડૉ.મુકેશ કાપડીયા, ડી.પી.સી. શ્રી યગ્નેશ ખારેચા, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણસિંહ જાડેજા, લાલપુર તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ.પી.ડી.પરમાર, તલાટી મંત્રી શ્રી જયસુખભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણમાં વેપારી હનીટ્રેપમાં ફસાયો | SatyaNirbhay News Channel
પાટણમાં વેપારી હનીટ્રેપમાં ફસાયો | SatyaNirbhay News Channel
King Kohli Creates History as The Highest Run Scorer In T20 Men's Cricket World Cup
Virat Kohli now the highest run-scorer in the history of T20 cricket leaving behind Mahela...
સરકાર દ્વારા લેવાતી NMMS પરીક્ષાના વર્ગો શરૂ કરાયાં.
સરકાર દ્વારા લેવાતી NMMS પરીક્ષાના વર્ગો શરૂ કરાયાં છે.નોલેજ હાઈસ્કૂલ, રાલેજ પ્રાથમિક શાળા, ઉંદેલ...
બનાસકાંઠાની ગુંદરી ચેકપોસ્ટ નજીકથી દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો
બનાસકાંઠાની ગુંદરી પોલીસ ચેક પોસ્ટ ઉપરથી ટ્રક ગાડી નંબર RJ.46.GA.4709 માંથી ભારતીય બનાવટનો દારૂનો...