અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા ખાતે શ્રી કોળી યુવા ક્રાંતી સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા માહિતી શિબીર યોજાય.
આજ રોજ શ્રી કોળી યુવા ક્રાંતી સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા ગામે શ ખાતે માહિતી શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતમાં શ્રી કોળી યુવા ક્રાંતી સેવા સંગઠન ટ્રસ્ટી મંડળ દ્વારા એક નવી પહેલ કરી લોકોમાં બિન રાજકીય રીતે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેનો મુખ્ય હેતુ સમાજના લોકોને પુરતા પ્રમાણમાં માહિતી ન હોવાથી કેટલીક યોજનાનો લાભોથી વંચિત રહેતા લોકોમાં જાગૃત લાવવી તેમજ અંધશ્રદ્ધા અને વ્યસન મુક્તિ, શિક્ષણ ,વિશે લોકોને જાગૃત કરવા અને વિવિધ યોજનાઓનો સમાજના લોકો લાભ બહોળી સંખ્યામાં લઈ શકે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોટા બારમણ ગામના યુવાન રાકેશભાઈ સોલંકી દ્વારા ટ્રસ્ટ વિશે માહિતી આપી ટ્રસ્ટનો પરિચય અને ટ્રસ્ટીઓનો પરિચય આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.અંધશ્રદ્ધા અને વ્યસન મુક્તિ વિશે અશ્વિનભાઈ મકવાણા દ્વારા માહિતી આપવામાં આવી હતી. કારકિર્દી માર્ગદર્શન અને રોજગારી સંબધિત વિશેષ માહિતી અને બિન જરૂરી મોબાઈલ ઉપયોગ કરતા ખાસ કરીને નાના બાળકોને મોબાઇલ થી દુર રાખવા બાબતે માહિતી તેમજ સરકાર શ્રીની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી શ્રી જગદીશભાઈ ચૌહાણ દ્વારા માહિતી આપવામાં આવી હતી.આ શિબિરમાં ટ્રસ્ટી મંડળ ના પ્રમુખશ્રી હસમુખભાઈ શિયાળ,મંત્રી શ્રી જગદીશભાઈ ચૌહાણ,ટ્રસ્ટી શ્રી ભાવેશભાઈ મકવાણા તેમજ અશ્વિનભાઈ મકવાણા,પ્રતાપભાઈ સોલંકી,
તેમજ મોટા સમઢિયાળા ગામના કોળી સમાજના આગેવાન અને ટ્રસ્ટી શ્રી સંજયભાઈ સરવૈયા,નયનભાઈ મકવાણા,ભીખુભાઈ બારડ,ભાવેશભાઈ બારૈયા,છગનભાઈ મકવાણા વગેરે કોળી સમાજના યુવા આગેવાનો તેમજ ગામના વડીલો,મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.