ડીસા તાલુકાના ભીલડીમાં ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમાડતાં શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જેની પાસેથી મોબાઇલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

ડીસા તાલુકાના ભીલડીમાં હોટલ આગળ ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતાં કાંકરેજ તાલુકાના થરા ગોકુળનગરનો રાકેશભાઇ કાળુભાઇ સોનીને ઝડપી લીધો હતો.જેની પાસેથી રૂપિયા 400 રોકડા, રૂપિયા 4,000 નો મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 4,400નો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.