હાલોલ તેમજ વડોદરા પંથકમાં આવેલી તેમજ ગુજરાતની તમામ ફાર્મા કંપનીઓ વચ્ચે પરસ્પર એકતા અને અખંડિતતાની ભાવના કેળવાય તેમજ આ તમામ કંપનીઓ ક્રિકેટની રમતના માધ્યમથી એક બીજા સાથે જોડાઈ રહે અને ક્રિકેટની રમત થકી પરસ્પર સાથ સંગાથનો સેતુ સાધી ઔધોગિક જગતમાં એકતાનો દાખલો બેસાડે તેવા ઉમદા હેતુ સાથે હાલોલ તાલુકાના બાસ્કા ગામ નજીક વાંસેતી રોડ પર આવેલ બી.ડી.આર ફાર્માસ્યુટિકલ્સ કંપનીના બી.ડી.આર ફાઉન્ડેશન દ્વારા ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગત વર્ષે વિવિધ ફાર્મા કંપનીઓ વચ્ચેની ૮ ટીમ વચ્ચે યોજાયેલી ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પણ ગત તા ૦૨/૧૨/૨૦૨ ના રોજથી વડોદરાના ૩ અલગ અલગ ગ્રાઉન્ડ ખાતે બીડીઆર ફાઉન્ડેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ગત વર્ષની સફળતાથી પ્રેરિત થઈ આ વખતે કુલ ૧૨ જેટલી ફાર્મા કંપનીઓની ૧૨ ટીમોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હિસ્સો લીધો હતો જેમાં આ વખતે મુંબઈની સન ફાર્માના ટીમ જોડાઈ હતી જેમાં ગત વર્ષની ચેમ્પિયન બી.ડી.આર કંપનીની ટીમ સહિત સનફાર્મા કંપનીની વડોદરા તેમજ મુંબઈની ટીમ તેમજ વીરદેવ ઇન્ટરમિડીયેટર સુરત, લુપીન ફાર્મા કંપની પાદરા વડોદરા,અમી લાઈફ સાયન્સ વડોદરા, મેપ્રો ફાર્માસ્યુટિકલ્સ જરોદ વડોદરા, સુદીપ ફાર્મા કંપની વડોદરા,શૈમિલ લેબોરેટરી કંપની વડોદરા, એપોથીકોન ફાર્મા કંપની વડોદરા, ભારત પેરેન્ટર વડોદરા અને એ.એલ.એમ. એમ્યુલેશન વડોદરા મળી કુલ ૧૨ કંપનીની ટીમો વચ્ચે ટી-૨૦ ક્રિકેટ ટુર્નામન્ટ યોજાઈ હતી જેમાં ૧૨ ટીમો વચ્ચે રમાયેલ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાયનલ મેચ ગત વર્ષની ચેમ્પિયન બી.ડી.આર. ફાઉન્ડેશનની ટીમ તેમજ મુબંઈની સન ફાર્માની ટીમ વચ્ચે વડોદરાના સેવાસી ખાતે આવેલ ખાનપુર સ્પોર્ટ ક્લબના ગ્રાઉન્ડ પર યોજાઈ હતી જેમાં ફાયનલ મેચના વિશેષ પ્રસંગે ગીત સંગીત અને આતસબાજી સાથે કાર્યક્રમ સાથે અનેક મહાનુભવો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકોની હાજરીમાં રંગા રંગ કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં ફાયનલ મેચને અનુલક્ષીને હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથ સિંહ પરમાર તેમજ તેઓના સુપુત્ર અને કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર તેમજ બી.ડી.આર. ફાર્માસ્યુિકલ્સ કંપનીના ડાયરેકટર રાહીલ શાહ, એસોસિયેટ ડાયરેકટર જયેશ ત્રિવેદી અને કુલદીપ અગ્રવાલ તેમજ એડમીનિસ્ટ્રેશન ડાયરેકટર કેતન શાહ સહિત રીખવ શાહ,ઉમેશ શાહ, ડૉ.અરવિંદ બડીગર તેમજ એચ.આર.હેડ અને ક્રિકેટ ટીમના કપ્તાન પવન શ્રીવાસ્તવ તેમજ જીગ્નેશભાઈ સહિતના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા જેમાં બી.ડી.આર. ફાર્મા કંપનીના ડાયરેકટર રાહીલ શાહ સહિત ઉપસ્થિત તમામ મહાનુભવો ચાલુ મેચ દરમ્યાન ગ્રાઉન્ડ ખાતે સતત ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ખેલાડીઓનો જોમ જુસ્સો વધારતા નજરે પડી રહ્યા હતા જેમાં ફાઇનલ મેચમાં ટકરાયેલી બી.ડી.આર ફાઉન્ડેશન અને સન ફાર્મા મુંબઈની ટીમ વચ્ચે ભારે રોમાંચક મુકાબલો થયો હતો જેમાં બી.ડી.આર.ની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૧૬૩ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો જેનો પીછો કરતા ભારે રસાકસી બાદ છેલ્લી ઓવર સુધી ટક્કર આપી મુંબઈની ટીમ ૧૬૩ રનનો લક્ષ્યાંક પૂરો કરી જીત મેળવી હતી જેમાં વિજેતા ટીમ,રનર-અપ ટીમ તેમજ મેન ઓફ ધ મેચ,મેન ઓફ ધ સિરીઝ સહિતની પ્રોત્સાહક ટ્રોફીઓનું વિતરણ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર મયુરધ્વજસિંહ પરમાર રાહીલ શાહ સહિતના ઉપસ્થિત મહાનુભવોના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું અને ભવ્ય રંગારંગ કાર્યક્રમ સાથે બી.ડી.આર ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.