વડગામ તાલુકાના સીસરાણા ગામે પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી અને સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય કીટ વિતરણ તેમજ આયુષ્યમાન ભારતકાર્ડ વિતરણ કરાયું..

સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓના જાણકાર બને તે માટે બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ફરી રહ્યો છે. જે અંતર્ગત વડગામ તાલુકાના સીસરાણા ગામે પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી અને સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" સ્વાગત સમારોહ યોજાયો હતો. રથનું આગમન થવાથી ગામ રથમય બન્યું હતું. ગ્રામજનો દ્વારા આનંદ ઉત્સાહ સાથે રથનું ભવ્ય સ્વાગત કરી રથને આવકાર્યો હતો. 

આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતનો વિકાસ કર્યો. ગરીબલક્ષી યોજનાઓ અને ગરીબકલ્યાણ મેળા થકી લાભાર્થીના ખાતામાં સીધો લાભ આપ્યો. ગુજરાત ભારતનું વિકાશીલ મોડેલ છે એટલે નવ વર્ષ માં અનેક વિવિધ યોજનાઓ થકી વધુ વિકાસ થાય તેથી વિકસિત ભારત થકી 2047 સુધી દેશ આત્મ નિર્ભર બને તે માટે સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. 

કાર્યક્રમ અન્વયે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય કીટ વિતરણ તેમજ આયુષ્યમાન ભારત કાર્ડના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરાયું હતું. વહીવટી તંત્ર દ્વારા ગામમાં તમામ લોકોનો સર્વે કરી ને તમામ ગરીબ કુટુંબીજનો ને સરકારી યોજનાનો લાભ મળી રહે તે હેતુથી ઘરે ઘરે સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જયારે મેરી જુબાની, મેરી કહાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. આયુષ્યમાન ભારત કાર્ડ , સખી મંડળની બહેનો , મહિલા અને બાળ વિભાગના આંગણવાડીના પૂર્ણા શક્તિ, માતૃશક્તિ, બાળભોગના લાભાર્થીઓએ યોજના કીય લાભ મળતાં મોદી સરકારનો આભાર માન્યો હતો. ઉપસ્થિત ગ્રામજનોએ વિકસિત ભારત અંગેના સંકલ્પ લઈ શપથ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે સંગઠનના મહામંત્રીશ્રી શ્રેયાંસભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખશ્રી પ્રવિણસિંહ રાણા , સંગઠનના તાલુકા પ્રમુખશ્રી ગોવિંદભાઇ ચૌધરી , રાષ્ટ્રીય કિસાન મોરચા સદસ્યશ્રી ફલજીભાઈ ચૌધરી અને અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખશ્રી અશ્વિન સક્સેના, રેલવે બોર્ડ સભ્યશ્રી બાલકૃષ્ણ જીરાલા અને વિસ્તારક યૌવન મેવાડા, મહામંત્રીશ્રી લાલાજી ઠાકોર, સતિષભાઈ ભોજક, ગામના સરપંચશ્રી, આરોગ્ય વિભાગ, રેવન્યુ વિભાગ, ગેસ એજન્સીના કર્મચારીઓ સહિત લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.