સુરેન્દ્રનગર જિલ્લામાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અન્વયે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જેના ભાગરૂપે આજ રોજ ચોટીલા તાલુકાના પીપળીયા (ધા) ગામે સવારે 10:00 કલાકે અને ઝીંઝુડા ગામે બપોરે 2:00 કલાકે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા.આ યાત્રાના રથ અને આગેવાનોનું બાળાઓ દ્વારા કુમકુમ તિલક સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી ઝુબાની’ થીમ હેઠળ પોતાને મળેલ યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ પણ નીહાળી હતી. કાર્યક્રમનાં અંતે અને ’વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે આરોગ્ય કેમ્પનો 150 થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાઉલ્લેખનીય છે કે, કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ફરી રહી છે. જે અંતર્ગત આજ રોજ દસાડા તાલુકાના નાવિયાણી અને બુબવાણા ગામમાં, ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામમાં, લીંબડી તાલુકાના ઉધલ અને બોરાણા ગામમાં, મુળી તાલુકાના કળમાદ અને ખંપાળીયા ગામમાં, સાયલા તાલુકાના લીંબાળા અને નડાળા (દેવગઢ)ગામમાં, લખતર તાલુકાનાં ગાંગડ અને છારદ ગામમાં, ચુડા તાલુકાના વેળાવદર અને જેપર ગામમાં પ્રાથમિક શાળાઓ ખાતે કાર્યક્રમો યોજાયા હતા.