બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર અતિ સંવેદનશીલ ગણાય છે. ત્યારે રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું જીણવટભર્યું ચેકીંગ કરાયા બાદ જ ગુજરાતમાં પ્રવેશ અપાતો હોય છે. આજે એક બુટલેગર આઇસર ટ્રકમાં 69 જેટલી દારૂની પેટીઓ ગાજરના કટાની આડમાં સંતાડી રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં કુલ 3120 જેટલી દારૂની બોટલો સહિત કુલ 9 લાખ 74 હજારથી વધુનું મુદ્દામાલ કબજે લઈ એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમીરગઢ પોલીસે બોર્ડર ચેકીંગ દરમિયાન મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં ડી.બી.પટેલ પોલીસ ઇન્સપેક્ટર અમીરગઢ પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન મુજબ અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીગની કામગીરીમાં દરમ્યાન એક આઇશર ટ્રક GJ-23-AT-8479 નું આવતા જેને ઉભુ રખાવી ચાલકને સાથે રાખી ટ્રકની પાછળના ભાગે જોતા ગાજરોના કટ્ટા થેલીઓની આડમાં ઝીણવટભરી રીતે તપાસ કરતા ખાખી કલરના પુઠાની પેટીઓ મળી આવી હતી.
જે પેટીઓમાં તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓમાં સીલ બંધ બોટલો ભરેલ હોય જે કુલ 65 પેટી જે 3120 કુલ બોટલો દારૂની કિંમત 2 લાખ 69 હજાર 520 રૂપિયાનો કબ્જે લઈ (1) કેહરારામ હરખારામ જાટ રહે. લુનાડા, સેવરો કાબાસ તા બાયતુ બાડમેર રાજેસ્થાન અન્ય બે ઈસમો એકબીજાના મેળાપીપણામાંથી હેરાફેરી દારૂનો જથ્થો ગેરકાયદેસર વગર પાસ પરમીટે ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચી સરળતાથી હેરાફેરી કરી એક ઇસમ ઝડપાઈ જઈ તેમના વિરૂધ્ધમાં અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.