ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ બે મુખ્ય પાર્ટીઓ આમઆદમી પાર્ટી ભાજપ પોતાની રીતે વ્યહ રચના તૈયાર કરવામાં લાગી ગયા છે ગુજરાતમાં આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગ ખેલાય તેવી હવા છે.

એક તરફ કેન્દ્ર માંથી વડાપ્રધાન મોદીજી અને અમિત શાહ વારંવાર ગુજરાત મુલાકાતે આવી રહયા છે અને બીજી તરફ કેજરીવાલ પણ સતત મુલાકાતે આવી રહયા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવી લીધુ છે જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં ખાસ રસ નહિ લેતા સ્થાનિક સ્તરે નેતાઓનું મનોબળ નબળું પડતું જણાઈ રહયુ છે. બીજીતરફ ભાજપની પેજ સમિતિને સામે આમ આદમી પાર્ટીએ રાજ્યના 18 હજાર ગામડાઓમાં ગામ સમિતિ બનાવવા તૈયારીઓ શરૂ કરી છે.

18 હજાર ગામ સમિતિનું સંગઠન ઉભું કરીને ભાજપને ટક્કર આપવા પાર્ટીએ વ્યૂહરચના ગોઠવી દીધી છે.

ભાજપની 75 લાખ પેજ સમિતિ અને 1.25 કરોડ કાર્યકર્તાઓ સામે આમ આદમી પાર્ટી પાસે કુલ 23 હજાર જેટલી ગામ સમિતિ અને વોર્ડ સહિત મહોલ્લા સમિતિ તેમજ 3 લાખ જેટલા કાર્યકર્તાઓ છે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપ દ્વારા 18000 ગામ સમિતિ અને 6000 વોર્ડ સમિતિ બનાવવા કાર્ય ચાલુ છે. 15થી 20 સભ્યોની આ સમિતિ હશે. ટૂંક સમયમાં જ આ સમિતિઓ બની જશે અને દરેક લોકોના ઘર અને ગામડાઓ આમ આદમી પાર્ટીનો પ્રચાર પ્રસાર શરૂ થશે.

જેમાં,મુખ્યત્વે જનતાને વધુને વધુ સેવાના લાભો,જે ટેક્સ જનતા ચૂકવે છે તેજ ટેક્સના નાણા માં વિકાસના કામો બાદ કરતા જનતાને વીજળી,શિક્ષણ, ટ્રાવેલિંગ, કિસાન, નોકરિયાત વર્ગને ધ્યાને લઇ દિલ્હી-પંજાબ મોડેલનો ગુજરાતમાં અમલ કરાવવા આમ આદમી પાર્ટી પ્રચાર કરશે જોકે,હવે ધીરેધીરે લોકોમાં આમ આદમી પાર્ટીના રસ જાગતા અગાઉની કોંગ્રેસના સ્થાને આમ આદમી પાર્ટી આવી જતા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર થશે તેમ રાજકીય વિશ્લેષકો માની રહયા છે.