ડીસામાં રાત્રે બે અલગ-અલગ જગ્યાએ અકસ્માતો સર્જાયા હતા. ડીસા પાલનપુર હાઇવે પર બે બાઈક સામસામે ટકરાતા બે લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે દામા રામપુરા પાસે થાંભલા ટ્રક પલટી ખાતા પણ અકસ્માત સર્જાયો હતો

ડીસા-થરાદ હાઇવે પર આજે વહેલી સવારે એક ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. સિમેન્ટના થાંભલા ભરેલી એક ટ્રક દામા રામપુરા ગામ પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. સબનસીબે જાનહાની કરી હતી, પરંતુ ટ્રક પલટી ખાતા માલિકને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.

આ સિવાય ડીસા-પાલનપુર હાઇવે પર પિનાક પેટ્રોલ પંપ પાસે રાત્રે બે બાઈક સવાર સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બે બાઈક સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બંને બાઈક ચાલક ધડાકાભેર રોડ પર પટકાતા ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બંને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.