જર્જરીત પોલીસ સ્ટેશન નું નવું બિલ્ડિંગ ઝડપથી બનાવવા ની નશીહત આપીતા
કોડીનાર લુકાના ઘાંટવડ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર નું આયોજન જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજા ની અધ્યક્ષતા હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લા નાં એ એસ પી અગ્રવાલ તથા કોડીનાર નાં પી આઇ ભોજાણી તથા પી એસ આઈ ચાવડા તથા પી એસ આઈ બાટવા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઘાંટવડ પોલીસ સ્ટેશન એ પહોંચ્યા ત્યારે પોલીસ સ્ટેશનના જમાદાર જીતુભાઈ ગોહિલ તથા હિતેશ ભાઈ વાળા તથા પોલીસ મથકના જવાનો દ્વારા અધિકારીઓનો ગાર્ડ ઓફ ઓનર આપી સાથે પોલીસ સ્ટાફ એ વેલકમ કરવામાં આવ્યું હતું ઘાંટવડ ગામ ના સરપંચ રફીક મહેતર તથા ઉપ સરપંચ નટુ ભા ઝાલા ન્યાય સમિતિ ચેરમેન અશોક વાઢેળ તથા મસરી ભાઈ બાંભણિયા તથા ભરત ભાઈ ઝાલા તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો ગામના વેપારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ઘાંટવડ પોલીસ પોલીસ સ્ટેશન જર્જરીત હાલતમાં હોય અને અત્યારે પોલીસ સ્ટેશન ભાડે હોય તેવું એસ પી સાહેબ નાં ધ્યાને આવતા સાહેબ દ્વારા ટીકા કરવામાં આવી હતી તેમજ જર્જરીત પોલીસ સ્ટેશન ની એસ પી મનોહર સિંહ જાડેજા દ્વારા મુલાકાત લીધી હતી અને જેમ બને તેમ જલદી નવું પોલીસ સ્ટેશન ઘાંટવડ માં બનાવવા ની વાત કરી આશ્વાસન આપ્યું હતું પોલીસ મથકમાં ગામનો યોગ્ય ન્યાય આપી શકાય તેવા અનેક પ્રશ્નોની ગ્રામજનો દ્વારા રજૂઆત કરી હતી જેમાં મસરી ભાઈ બાંભણિયા દ્વારા વહેલી તકે ઝડપી નવું પોલીસ સ્ટેશન નું બિલ્ડિંગ બને તેવી રજૂઆત કરવામાં આવી હતી તથા દરબાર સમાજ ના અગ્રણી ભરત ભાઈ ઝાલા દ્વારા ઘાંટવડ માં મારવાડી જાત ની ટોળકી ચોરી કરવા મા ખુબ જ સક્રિય હોય તેમજ પોલીસ તેમને ઝડપે તો ઘાંટવડ નું નામ બદનામ થતું હોય છે તો એના માટે મારવાડી નું નામ આવે એવી રજૂઆત કરવામાં આવી હતી તમામ લોકો ની એસ પી મનોહર સિંહ જાડેજા દ્વારા સાંભળવામાં આવી હતી અને તેનું નિવારણ લાવવા પ્રયત્ન કરશું તેવું જણાવ્યું હતું