આજની એકવીસમી સદી ટેકનોલોજીની છે ત્યારે આજના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ વિદ્યાર્થીઓનું વિશેષ જ્ઞાન બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવતા હોય છે. આવા પ્રદર્શનો થકી બાળકોમાં રહેલી સંશોધન વૃતિ અને સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે અને તેઓ નવીન ટેકનોલોજી વિશે અવનવા સંશોધનો તરફ પ્રેરાય છે.કાર્યક્રમમાં મહાનુભાવો એ જણાવ્યું હતું કે, આજના સમયની મુખ્ય જરૂરિયાત રિસર્ચ છે. આવા ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેવા કાર્યક્રમો થકી જ બાળકોને સંશોધનમાં રસ પડે છે અને પોતાની અંદર રહેલી સંશોધન શક્તિઓ બહાર લાવવા તે પ્રયત્નશીલ બને છે. આ પ્રદર્શનમાં કૃતિઓ લઈને આવનાર વિદ્યાર્થીઓને બિરદાવી હતી. આગામી સમયમાં મહેનત કરી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્કારધામ ગુરુકુળ અને ભગવતધામ ગુરુકુળના સ્વામી તેમજ પૂર્વ કેબીનેટ મંત્રી આઈ. કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, જિલ્લા પંચાયત ના પ્રમુખ, જિલ્લા શિક્ષણાધિકરી સહિત જિલ્લાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા