ધ્રાંગધ્રા તાલુકાના કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરના પુજારીની ગત સપ્ટેમ્બર મહિનામાં હત્યા કરાઈ હતી. જે અંગે જિલ્લા પોલીસવડા દ્વારા સીટની રચના કરી અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં અંદાજે અઢી મહિના બાદ પુજારીની હત્યાનો ભેદ ઉકેલ્યો છે અને હત્યા નીપજાવનાર શખ્સો પૈકી બે શખ્સને કુડા વાડીમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કુડા હાઈવે પર આવેલા બાલા હનુમાનજીના મંદિરમાં રહી સેવા પુજા કરતા દયારામભાઈ ઉર્ફે વિજયગીરી બાપુ (ઉં.વ.અંદાજે ૫૦)ની ગત તા.૨૯ સપ્ટેમ્બરના રોજ હત્યા કરાઈ હતી. જે અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આથી જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાની સુચનાથી ધ્રાંગધ્રા ડીવાયએસપી, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ, ધ્રાંગધ્રા તાલુકા ઈન્ચાર્જ પીઆઈ સહિતનાઓએ સીટ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં અલગ-અલગ ટીમો દ્વારા બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તેમજ શંકાસ્પદ શખ્સોની તપાસ અને આસપાસની ૨૫થી વધુ વાડીઓમાં કામ કરતા પરપ્રાંતીય શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં બાતમીના આધારે કુડા વાડી વિસ્તારમાંથી મજુરીકામ કરતાં સુમલાભાઈ ઉર્ફે સુમલો મનીયા ડામોર (રહે.પાનમ, દાહોદ) અને વિપુલ અરવિંદભાઈ પરમાર (રહે.લીમડી, દાહોદ)ને ઝડપી પાડયાં હતા. તેમની પૂછપરછ હાથ ધરતા તેમણે કુડા રોડ પર આવેલા હનુમાનજી મંદિરમાં પુજારી એકલા રહેતા હતા, આથી એકલતાનો લાભ લઈ તમામ શખ્સો ચોરી કરવાના ઈરાદે મંદિરમાં પ્રવેશ્યા હતા પરંતુ અચાનક પુજારી જાગી જતા બોલાચાલી બાદ પુજારીની લાકડાના ધોકા અને તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા નીપજાવી નાસી છુટયા હોવાની કબુલાત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
काळजाचं पाणी करणारी घटना! आईच्या डोळ्यादेखत मुलाने घेतला..... | hpn marathi news
काळजाचं पाणी करणारी घटना! आईच्या डोळ्यादेखत मुलाने घेतला..... | hpn marathi news
ৰহা আঞ্চলিক কৰ্মচাৰী পৰিষদ ৰ ৩৫সংখ্যক দ্বী বাৰ্ষিক অধিবেশন১৮নবেম্বৰত।
সদৌ অসম কৰ্মচাৰী পৰিষদ ৰ অন্যতম আঞ্চলিক গোট তথা নগাঁও জিলা কৰ্মচাৰী পৰিষদৰ অন্তৰ্গত ৰহা আঞ্চলিক...
રાજકોટની કોલેજમાં વિદ્યાર્થીનીઓ વચ્ચે ખુરશી કા ખેલ, યુવતીએ યુવતીને લાતોથી ફટકારી:વિડીયો વાઈરલ.
રાજકોટની કોલેજમાં વિદ્યાર્થીનીઓ વચ્ચે ખુરશી કા ખેલ, યુવતીએ યુવતીને લાતોથી ફટકારી:વિડીયો વાઈરલ.
अजयगढ़ क्रिकेट लीग में आज के मैच में सीलोना ने CHO इलेवन को 10 विकेट से हराया
अजयगढ:-अजयगढ में खेले जा रहे अजयगढ क्रिकेट लीग के आज का मैच सीलोना ओर CHO इलेवन के बीच खेला...
ડીસા સાઈબાબા મંદિર ખાતે પી એમ મોદી ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
ડીસા સાઈબાબા મંદિર ખાતે પી એમ મોદી ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી