ડીસામાં બ્રાન્ચ શાળા અને કન્યા શાળા વચ્ચેનો માર્ગ બંધ થઈ જતા લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા. ત્યારે સ્થાનિક વેપારીઓની રજૂઆતને પગલે નગરપાલિકાની ટીમે આચાર્ય સાથે બેઠક યોજી રસ્તો ખુલ્લો કરાવવા સુખદ સમાધાન કરતા વેપારીઓએ હાશકારો અનુભવો છે.
ડીસામાં બ્રાન્ચ શાળા અને કન્યા શાળા વચ્ચેનો માર્ગ છેલ્લા બાર મહિનાથી બંધ હાલતમાં હતો. જેના કારણે ગાંધીચોક તરફ જવા આવવા માટેનો માર્ગ બંધ થઈ જતા અનેક વેપારીઓ અને લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી.
ત્યારે સ્થાનિક વ્યાપારીઓએ આ મામલે નગરપાલિકાને રજૂઆત કરતા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને નગર સેવકોની ટીમ આજે બંને શાળાના આચાર્ય સાથે બેઠક યોજી હતી અને સુખદ સમાધાન કરાવી રસ્તો ખુલ્લો કરાવવા માટેની તજવીજ હાથ ધરી હતી.
નગરપાલિકાએ પણ આઠ રસ્તો ખુલ્લો કરાવ્યા બાદ સીસી રોડ બનાવવાની ખાતરી આપી છે. જેના માટે ટૂંક સમયમાં જ કામકાજ શરૂ થઈ જશે અને અહીં સીસીરોડ બનાવતા વેપારીઓ સહિત અનેક લોકોને અવર જવરમાં ફાયદો થશે. ત્યારે હવે આ રસ્તો ખુલ્લો થતા અહીંથી પસાર થતા રોજના 500 થી વધુ લોકોની મુશ્કેલી હલ થશે.