ઠંડીના સમયમાં સવારની સ્કૂલોમાં સમય ફેર કરવા NSUI ની પ્રાથમિક શિક્ષણ અધિકારીને ગુલાબનું ફૂલ આપી રજૂઆત

*બાળકો પણ આ ફુલ જેવા છે આપ તેમનું ધ્યાન રાખો તેવી અરજ, પરિપત્ર જાહેર કરવા રજૂઆત - પોરબંદર NSUI*

        શિયાળાના સમય દરમિયાન કડકડતી ઠંડી પડતી હોય ત્યારે સવારની તમામ શાળાઓનો સમય એક કલાક મોડો કરવા પોરબંદર NSUI એ પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદન આપ્યું, બાળકો એકદમ ફુલ જેવા હોય છે તેમ સંબોધીને ગુલાબનું ફુલ પણ આવેદન સાથે આપી કરી રજૂઆત, હાલ થોડા દિવસથી ઠંડીનું પ્રમાણ પણ વધતું જતુ હોય તેમજ સુર્યોદય પણ મોડો થતો હોય છે.ઘણી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસનો સમય સવારના ૭:૦૦ વાગ્યાનો હોવાથી તે શાળાના સમયમાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી હતી. 

      સવારની જે પણ શાળામાં વહેલી સવારનો છે તેમને એક કલાક મોડો કરવામાં આવે જેથી જે ધોરણ-૧ થી ધો-૫ મા નાના-નાના ભુલકાઓ હોય તેમને શાળાએ જવા માટે સવારે ૫ કે ૬ વાગ્યે ઉઠવાની ફરજ પડે છે તે વહેલો અભ્યાસનો સમય હોવાને કારણે જે બાળકો બસમાં જતા હોય તેમને ૩૦ મિનિટ વહેલી જવાની ફરજ પડતી હોય છે. સવારે ૬:૦૦ વાગ્યે થોડો અંધકાર પણ હોય. અમુક દ્રશ્ય આપણે બાળકોનું સવારે જોયે તો એકબાજુ એમના દફતરનો બોજો,એક બાજુ કાનની પટ્ટી સંભાળી, ઠંડીથી બચવું જે માસુમિયત બાળકોની હોય છે તે જોતા બાળકોની તંદુરસ્તીનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય ત્યારે આવી ઠંડીમાં જો ભુલકાઓ બીમાર પડે તો તેમના માતા- પિતા પણ ચિંતિત થઇ જાય છે. ઠંડીને કારણે બાળકોને શરદી કે કોઇ બીજી રીતે પણ ઠંડીના કારણે બીમાર પડી શકવાનો ભય રહેતો હોય તો આ નાના-નાના ભુલકાઓ તેમજ વિધાર્થી બાળકોના સ્વાસ્થ્યનું વિચારી આપણી કચેરી ખાતેથી એક પરિપત્ર જાહેર કરવામાં આવે અને જે પણ શાળામાં વહેલી સવારનો સમય છે તેમાં ૧ કલાક મોડો કરવામાં આવે તેવી પોરબંદર NSUI ની આપ સમક્ષ માંગ છે. આ પરિપત્રનું પાલન તમામ સ્કુલમાં ફરજિયાત પણે કરવામાં આવે તેવી તકેદારી રાખવામાં આવે ઘણી સ્કુલો આ પરિપત્રનો ઉલાળયો કરતી હોય છે પોતાની મનમાની કરતી હોય છે.વાલીઓને પણ યોગ્ય જવાબ આપતી ન હોય તો આવી શાળાઓ સામે આપ તરફ થી યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે તેવી રજૂઆત પોરબંદર NSUI દ્વારા કરવામાં આવી હતી.. વાલા-દવાલાની નિતીઓ જો કરાશે તો શિક્ષણ અધિકારી કચેરી ઘેરાવ તેમ શાળા સામે આંદોલન કરવા NSUI એ ચિમકી ઉચ્ચારી હતી 

              આ રજુઆત સમયે ગુજરાત NSUI મહામંત્રી કિશન રાઠોડ,જયદિપ સોલંકી,ઉમેશરાજ બારૈયા,રાજ પોપટ,દિવેયશ સોલંકી,પાર્થ ઉનડકઠ,હરિત શાહ,સાહિલ વાજા,ચિરાગ ચાંચિયા,યશરાજસિંહ ચુડાસમા,નિખિલ દવે,યશ ઓઝા,દિવ્યેશ કોટેચા,આકાશ કારિયા,પુનિત વારા સહિત હાજર રહ્યા હતા