સમગ્ર ગુજરાત માં ચર્ચાનો વિષય બનેલ અને ફીટકાર ની લાગણી વાળો આ બનાવ હિંમતનગર થી 15 કિલોમીટર દૂર આવેલ ગાભોઇ ના ખેતર માં થોડા દિવસ પહેલા બન્યો હતો, એક નવજાત માસુમ બાળકી ને જીવતી દફનાવવાની ઘટના બની હતી, જેને ખેતર ના ખેત મજૂરો ઘ્વારા માટીમાં હલન ચલન થતા બચાવી લેવાઈ હતી, ત્યારબાદ 108 બોલાવી સ્થળ પર તાત્કાલિક સારવાર ચાલુ કરી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાઈ હતી,જ્યાં ડોક્ટરો એ બચાવવાના અથાગ પ્રયાસો કર્યા બાદ નવમાં દિવસે આજે બાળકી નું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું,

અહીંયા એ યાદ અપાવવું જરૂરી છે કે આ ઘાતકી કૃત્ય બાળકી ના માતા પિતા એ જ કર્યું હતું જેના ઉપર પોલીસે વિવિધ કલમો લગાવી કાયદાકીય કાર્યવાહી કરી છે, આ ઘટના ના કારણ માં બાળકીના વાલીઓ ની દલીલ એ હતી કે પોતે ગરીબ હોવાથી અને બાળકી ઓછા માસે જન્મી હોવાથી તેના ઈલાજ માટેના પૈસા ન હતા, તેમજ તેનો ઉછેર કરવા માટે તેઓ સક્ષમ ના હતા જેથી બાળકી ના માતા પિતા એ જ બાળકી ને જીવતી દાટી દીધી હતી. જિંદગી સામેનો જંગ આ બાળકી હારી ગઈ છે. આ બાળકી છેલ્લા નવ દિવસથી હિંમતનગર સિવિલમાં NICU વિભાગમાં વેન્ટીલેટર પર હતી. સિવિલ સતાધીશો દ્વારા ગાંભોઈ પોલીસને જાણ કરાઈ છે.

રિપોર્ટર : વારિસ સૈયદ

હિંમતનગર