છોટાઉદેપુર જિલ્લાના ૫૦૦૦ થી વધુ શિક્ષકો વડોદરા ની વિવિધ કોલેજોમાં સીપીઆરની તાલીમ લઈ સજ્જ

             છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગના ૫૧૯૨ જેટલા શિક્ષકોએ વડોદરાની વિવિધ મેડિકલ કોલેજોમાં સીપીઆરની તાલીમ લઈ સજ્જ થઈ જવા પામ્યા છે.

          વર્તમાન સમયમાં હાર્ટ એટેકનું પ્રમાણ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યું છે ત્યારે શિક્ષણ મંત્રી દ્વારા બાળકોને તાત્કાલિક ઉપચાર મળી રહે તે હેતુસર સીપીઆર તાલીમ દરેક પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગના શિક્ષકો માટે ફરજિયાત કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાના પ્રાથમિક વિભાગના ૪૦૪૦ જેટલા તેમજ માધ્યમિક વિભાગના ૧૧૫૨ જેટલા શિક્ષકોએ વડોદરાની વિવિધ મેડિકલ કોલેજોમાં રવિવારના રોજ ઉપસ્થિત રહી સીપીઆર ની તાલીમ લઈ સજ્જ થઈ જવા પામ્યા છે. 

           છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ૭૪૨ જેટલા પ્રાથમિક શિક્ષકો તેમજ સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૧૧૫૨ જેટલા શિક્ષકો મળી કુલ ૧૮૯૪ જેટલા શિક્ષકોએ વડોદરા એસએસજી મેડિકલ કોલેજ માં સીપીઆર ની તાલીમ લીધી હતી. આ સમયે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્નાબેન, શિક્ષક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગોત્રી મેડિકલ કોલેજમાં નસવાડી અને સંખેડા તાલુકાના ૯૩૨ પ્રાથમિક શિક્ષકો, પારુલ મેડિકલ કોલેજમાં બોડેલી અને છોટાઉદેપુર તાલુકાના ૧૫૯૬ પ્રાથમિક શિક્ષકો, સુમનદીપ મેડિકલ કોલેજમાં કવાંટ તાલુકાના ૭૭૦ જેટલા પ્રાથમિક શિક્ષકો મળી કુલ ૫૧૯૨ શિક્ષકોએ સીપીઆરની તાલીમ લીધી હતી. 

          આમ, છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગના ૫૦૦૦ થી શિક્ષકો વડોદરા ની વિવિધ મેડિકલ કોલેજોમાં સીપીઆરની તાલીમ લઈ જવા પામ્યા છે.