હાલોલ નગરપાલિકા દ્વારા નગરના વોર્ડ નંબર 3 માં આવેલા મદની પાર્ક અને વોર્ડ નંબર 4 માં ગીતા ભવન હોટલથી બાલાજી ગેસ્ટ હાઉસ સુધી 2 અલગ અલગ નવીન રોડ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં 17 લાખ રૂપિયાના ખર્ચે બનનારા આ બન્ને નવીન રોડ રસ્તાના કામનું ખાતમુહૂર્ત આજરોજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના વરદ્ હસ્તે યોજવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વોર્ડ નંબર 3 માં આવેલા મદની પાર્ક ખાતે ખાતમુહૂર્ત માટે પધારેલા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓનું સ્થાનિક મુસ્લિમ બિરાદરો દ્વારા ફૂલહાર કરી ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ વિધિ વિધાન પૂંજા પાઠ સાથે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત ઉપસ્થિત મહાનુભવોની હાજરીમાં મદની પાર્ક ખાતે બનનાર નવીન રોડ તેમજ ગીતાભવન હોટલથી બાલાજી ગેસ્ટ હાઉસ સુધી બનનાર નવીન રોડનું ખાતમુહૂર્ત યોજાયું હતું જેમાં આ વિશેષ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર મયુરધ્વજસિંહ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના હાલોલ નગરના પદાધિકારીઓ સહિત ભાજપા સંગઠનના વિવિધ હોદ્દેદારો તેમજ આ વિસ્તારના સ્થાનિક અગ્રણીજનો તેમજ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા.
હાલોલ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3 અને 4 માં 17 લાખ રૂ.ના ખર્ચે બનનાર નવીન રોડ રસ્તાનું ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત યોજાયું.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2023/12/nerity_94f595bc8ee6a50a043b8f3f9864676a.jpg)