કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી થરાદ ના સહયોગ ઉપક્રમે વાતાવરણમાં થતા ફેરફાર સામે જમીનની તંદુરસ્તી અને ઇકો સિસ્ટમ જાળવવા અંગે એક દિવસ માટે સેમિનારનું આયોજન ધ યંગ સીટીઝન ઓફ ઇન્ડિયા ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા અત્રેની કચેરી ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વૈજ્ઞાનિક ર્ડા. પી.બી.સીંગ એ વાતાવરણમાં થતા ફેરબદલ ના કારણે પાક ઉત્પાદન ઉપર થતી અસર અંગે અને ર્ડો એમ.પી ચૌધરી દ્રારા જમીન સ્વાસ્થ્ય સુધારા અંગે માહિતી આપી વધુમાં કાર્યક્રમના અધ્યક્ષ અને આચાર્યશ્રી ર્ડા. આર. એલ. મીના દ્રારા વિષયને અનુરૂપ ઉદબોધન કર્યું. સદર કાર્યક્રમમાં કૃષિ મહાવિદ્યાલય થરાદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના સ્ટાફગણ તેમજ બોહળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તેમજ કૃષિ મહાવિદ્યાલય ના વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો યોગદાન આપ્યું હતું