સુરેન્દ્રનગર શહેરના વેપારીનું ચાર શખ્સોએ અમદાવાદથી અપહરણ કરી મુંબઈ તરફ લઈ જતા હતા, તે દરમિયાન વેપારીએ નવસારી પોલીસનો સંપર્ક કરતાં પોલીસે નાકાબંધી કરી તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરી હતી.સુરેન્દ્રનગરમાં રહેતા અને રેડીમેઈડ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વ્રજલાલ કોઈશાને અમદાવાદથી કારમાં ચાર શખ્સો અપહરણ કરી મુંબઈ તરફ લઈ જઈ રહ્યા હતા. જે અંગેની જાણ વેપારીએ નવસારી પોલીસને કરતાં પોલીસે નાકાબંધી કરી હતી અને બાતમીના આધારે કારને રોકી અપહરણકારોના ચુંગલમાંથી વેપારીને મુક્ત કર્યા હતા.તેમજ તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી આ મામલે અમદાવાદ પોલીસને પણ જાણ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી-દેતી બાબતે સુરેન્દ્રનગરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं