ડીસામાં ભૂલા પડેલા નાગાલેન્ડના અસ્થિર મગજના યુવકનું ડીસા દક્ષિણ પોલીસ અને હિંદુ યુવા સંગઠને મિલન કરાવ્યું હતુ. નાગાલેન્ડ જાના હૈ તેમ પોતાની ભાષામાં વાક્યો બોલતા યુવકના વતનનું પોલીસે સરનામું શોધ્યું હતુ. જેને લેવા માટે પરિવારજનો અમદાવાદ વિમાનમાં લઇ ગયા હતા.

આ અંગે પી.આઇ. આર.એસ.દેસાઇએ જણાવ્યું હતું કે, ટીમ સાથે શહેરમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન એક માનસિક અસ્થિર યુવક ગંદા કપડા પહેરી રોડ ઉપર ફરતો હતો. જેની પુછપરછ કરતા નાગાલેન્ડ જવાનુ વારંવાર તેની સ્થાનિક ભાષામાં બોલતો હતો. જે હિન્દી તથા અગ્રેજી ભાષા જાણતો ન હોઈ જેથી સતત ચાર દિવસ સુધી કાઉન્સલીંગ કરતા તેણે પોતાનુ નામ કિવિપુ એચ. એપથો લેતે હીટોઝ જણાવ્યું હતુ. ઓનલાઈન સર્ચ કરી પોલીસ સ્ટેશનનો સંપર્ક નંબર મેળવી સંપર્ક કરતા યુવક તા.18 નવેમ્બર 2023ના રોજ રાત્રીના નાગાલેન્ડ નીયુલેન્ડથી ગુમ થયેલની માહિતી મળી હતી.

કચ્છ-ભૂજ સરહદી રેન્જ મહાનિરિક્ષક જે. આર. મોથલીયા, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ડીસા નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાના પ્રયત્નોથી નાગાલેન્ડ પોલીસે અમદાવાદ ડી.જી.નો સંપર્ક કરી યુવકને પરત બોલાવ્યો હતો.