ડીસાના કાંટ ગામમાં ઝઘડાનું મનદુ:ખ રાખી પરિવાર ઉપર હુમલો કરતાં ફરિયાદ નોંધાઈ હતી.

ડીસા તાલુકાના કાંટ ગામે ભીખીબેન અમરતભાઇ દેવીપૂજક પરિવાર સાથે હતા. ત્યારે રાહુલભાઇ વિષ્ણુંભાઇ દેવીપૂજક, દશરથભાઇ વિષ્ણુભાઇ દેવીપૂજક, દિનેશભાઇ ભરતભાઇ દેવીપૂજક અને

 પ્રહલાદભાઇ વિષ્ણુભાઇ દેવીપૂજકે અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી ખીલાસરી, ધોકો અને ગડદાપાટુનો મારમારી નટવરભાઇ, સંગીતાબેન, સોનુબેનને ઇજા કરી હતી. આ અંગે ભીખીબેને ચારેય સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.