આંકલાવ તાલુકાના ધારસભ્ય શ્રી અમિત ચાવડા દ્વારા મુખ્ય મંત્રીને પત્ર, 

ખેડૂતો નાં પાક નો યોગ્ય કિંમત મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખીને જાણ કરવામાં આવી. 

ખેડુતો રાત-દિવસ, ટાઢ-તાપમાં મહેનત કરે છે, ત્યારે ઉત્પાદનના સમયે ખેડૂતોને ઉપજના પુરતા ભાવો મળતા નથી. બીજી બાજુ દલાલો અને સંગ્રહખોરો ખેડૂતો પાસેથી નીચા ભાવે માલ ખરીદીને સંગ્રહ કરી રાખે છે. જથ્થાબંધ માલ બજારમાં આવતો બંધ થાય અને માલની અછત હોય ત્યારે દલાલો અને સંગ્રહખોરોએ સંગ્રહ કરેલ માલ બજારમાં વેચીને તગડો નફો કમાતા હોય છે. દલાલો અને સંગ્રહખોરોની સિન્ડીકેટના લીધે કેટલાક વર્ષોથી ડુંગળીના છુટક અને જથ્થાબંધ બજાર ભાવ વચ્ચે કાયમી મોટો તફાવત જોવા મળે છે અને ડુંગળી પકવતા મોટાભાગના ખેડૂતોને કયારેય ફાયદો મળતો નથી.પાક ઉત્પાદનની નિકાસ થાય તો ખેડૂતોને પુરતા ભાવો મળવાની આશા હોય છે તેવામાં થોડા સમય પહેલાં કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુકી દિધો છે, તેના કારણે ડુંગળીના જથ્થાબંધ ભાવો ઘટી ગયા છે. ડુંગળી પકવતા ખેડૂતોને ખાતર-બિયારણ, દવા અને મજુરીના ખર્ચ જેટલી રકમ પણ ઉત્પાદન થતાં પાકના વેચાણથી ન મળે તેવી નોબત આવી છે. ડુંગળી પકવતાં ખેડૂતોને ઉત્પાદનના પુરતા ભાવો મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે, તે પ્રતિબંધ ખેડૂતોના હિતમાં હટાવવા અને ડુંગળીની નિકાસ તાત્કાલિક પુનઃ ચાલુ થાય તે જરૂરી છે.

 વડાપ્રધાનશ્રી ગુજરાતના છે અને ગુજરાત ના ખેડુતો માટે ભલું ઇચ્છે તેવી માંગ કરવામાં આવી.