કપડવંજ તાલુકાના જોરાપુરા - કેશરપુરા દૂધ ઉત્પાદક મંડળી ખાતે અમૂલ સંઘ દ્વારા ત્રણ દિવસીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે ફેડરેશનની ૫૦ વર્ષની ઉજવણી પેટે કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમ અમૂલ સંઘ સી.ડી.વિભાગ માંથી હેતલબેન જોષી સીનીયર ફિલ્ડ સુપર વાઈઝર, અને નિકિબેન શાહ જુનિયર આસિસ્ટન્ટ અધ્યક્ષ હેઠળ યોજાયો હતો.
જોરાપુરની બહેનો નફા કારક આધુનિક પશુપાલન,બચ્ચાઉછેર,પશુસંવેદન,પશુપોષણ,પશુરોગ નિયંત્રણ પશુઓમા રોગચાળામાં
પશુઓને કેવી રીતે બચાવી શકાયની વિશે માહિતી આપી.
કાર્યક્રમ માં ઉપસ્થિત દૂ.ઉ.મડળીના સેક્રેટરી જયેશભાઇ, ચેરમેન ચેલાજી પસાજી પરમાર,વાઈસ ચેરમેન દશરથભાઈ પરમાર, તેમજ પ્રાથમિક શાળાનાં આચાર્ય તેમજ સ્ટાફ અને દુ.ઉ.મંડળી કમિટી ના
સભ્યો, તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રોગ્રામ ને જયેશભાઇ સેક્રેટરી એ સફળ બનાવવા માં સાથ સહકાર આપ્યો હતો.