પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગામે રહેતા અને હાલોલની એલ.એમ.વિંડ પાવર કંપનીમાં નોકરી કરતા અંદાજે 22 વર્ષની ઉમર ધરાવતા હિતેશભાઈ દોલતભાઈ પરમારને પોતાના જ ગામમાં રહેતી એક 18 વર્ષીય યુવતી સાથે આંખો મળી જતા હિતેશ અને તે યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો જેમાં આ પ્રેમી પંખીડાઓએ એકબીજાની સાથે રહેવા માટેના એકબીજાને વચન આપ્યા હતા જેમાં સાથે જીવવાના સ્વપ્નમાં રાચતા પ્રેમીઓને કોઈ કારણોસર તેઓના પ્રેમને નકારી દેવામાં આવતા પ્રેમમાં નાસીપાસ થયેલા આ પ્રેમી પંખીડાઓએ એકબીજાનો વિરહ મંજૂર ના હોવાથી જીવીશું તો સાથે અને મરીશું તો પણ સાથેનો આકરો અને આઘાતજનક નિર્ણય કરી લઈ ગત તા 13/12/2023 ના રોજ સાંજના સુમારે પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ ભદ્રકાલી માતાના મંદિરની પાસે આવેલા ગાઢ જંગલમાં પહોંચ્યા હતા જ્યાં બન્ને પ્રેમી પંખીડાઓએ એકબીજાને સાથ જીયેંગે સાથ મરેંગેના કોલ સાથે મોતને ગળે લગાવવાના નિર્ણય સાથે પાવાગઢના ગાઢ જંગલમાં આવેલા રાયણ ઝાડની ડાળીએ બે ઓઢણીઓને એકસાથે ગાંઠ મારી બન્ને ઓઢણીઓના સામ સામા છેડે ગાળીયો બનાવી એકબીજાના ગળે ભરાવી એક જ ઝાડની ડાળીએ લટકી ગળે ફાંસો ખાઈ ફાની દુનિયાને એક સાથે અલવિદા કહી પોતાની જીવન લીલા સંકેલી લઈ આત્મહત્યા કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જેમાં આપઘાત કરતા પેહલા હિતેશે યુવતી સાથે ફોટા પાડી પોતાના મોબાઈલથી પોતાના ભાઈને મોકલી બન્ને પ્રેમીઓએ મોતને વ્હાલું કર્યું હતું.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જેમાં પાવાગઢના ગાઢ જંગલમાં પ્રેમી પંખીડાઓને ગળે ફાંસો ખાઈ મરણ ગયેલ હાલતમાં ઝાડની ડાળીએ લટકતા જોઈ કોઈ વ્યકિતએ બનાવ અંગેની જાણ તાત્કાલિક પાવાગઢ પોલીસને કરતા પાવાગઢ પોલીસે બન્ને પ્રેમી પંખીડાઓની ઓળખ કરી ગોધરા તાલુકાના પઢીયાર ગામે રહેતા બન્નેના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંન્ને પ્રેમી પંખીડાઓના મૃતદેહને જોઈ આઘાત અને દુઃખમાં ગરકાવ થઈ ગયા હતા જેમાં પાવાગઢ પોલીસે બન્ને પ્રેમી પંખીડાઓના મૃતદેહને ઝાડની ડાળીએથી ઉતારી હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી પેનલ પોસ્ટમોર્ટમ કરાવી બન્નેના મૃતદેહ પરિવારજનોને સોંપ્યા હતા જ્યારે બનાવ અંગે પાવાગઢ પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે