રાણપુર તાલુકાના દેવગાણા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઉત્સાહપૂર્વક વધામણાં કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ ગ્રામજનોને સરકારની યોજનાકીય માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતું.  આ અવસરે ઉપસ્થિત મહેમાનોના હસ્તે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ "મેરી કહાની, મેરી જુબાની" અંતર્ગત લાભાર્થીઓએ સરકારશ્રી યોજનાઓથી તેમને થયેલા લાભ અંગેની ગાથા વર્ણવી અન્યોને પ્રોત્સાહિત કર્યા હતા. ગ્રામજનોએ રથના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ નિહાળ્યો હતો. કાર્યક્રમમાં નાગરિકોએ 2047માં રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યથાયોગ્ય યોગદાન આપવાના શપથ લીધા હતા.આ તકે કાર્યક્રમ સ્થળ પર ઉભા કરવામાં આવેલા વિવિધ સ્ટોલ પરથી ગ્રામજનોએ વિવિધ સેવાઓ મેળવી હતી. કાર્યક્રમમાં આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.