મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના મુખ્ય મથક આવેલ બસ સ્ટેન્ડ ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત રેલી યોજાઇ હતી ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બસમાં મુસાફરી કરતા મસફરો દ્વારા બસ સ્ટેન્ડ તેમજ બસમાં ગમે ત્યાં કચરો ફેંકી ગંદકી કરે નહી અને સ્વચ્છતા રાખે અને મુસાફરોમાં જાગૃતતા આવે તે ઉદ્દેશથી શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અભિયાન બીજી ડિસેમ્બરના રોજથી શરૂ કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આજરોજ વિરપુર બસ સ્ટેન્ડ ખાતેથી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા રેલીમા વિરપુર આવેલી દેસાઈ સી એમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ રેલી વિરપુર બસ સ્ટેન્ડથી શરુ થઇ શહેરના વિવિધ જાહેર માર્ગ પરથી પસાર થઈ બસ સ્ટેન્ડમાં પૂર્ણ થઈ હતી જેમાં વિધાર્થીઓ, શિક્ષકો તેમજ વિરપુર બસ સ્ટેન્ડના કટ્રોલર સહિતના સફાઈ કર્મચારીઓ જોડાયા હતા...