હાલોલ શહેરના કોઠી ફળિયા વિસ્તારમાં આવેલ કુમાર શાળા હાલોલ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી મેથ્સ સાયન્સ ક્લબ કાર્યરત છે જે ક્લબ દ્વારા વર્ષ દરમ્યાન આવતા વિવિધ દિવસની ઉજવણી કરી વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક જાગૃતિનુ કાર્ય કરવામાં છે જે અંતર્ગત આજે ૧૪મી ડીસેમ્બરનો દિવસ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે ઉજવાતો હોઈ આજે કુમાર શાળા હાલોલની મેથ્સ સાયન્સ ક્લબ દ્વારા રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજની ઉજવણી અંતર્ગત ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ ૬ થી ૮ ના લગભગ ૧૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં સ્પર્ધાના અંતે વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ પરમાર દ્વારા ઊર્જા સંરક્ષણ અને ઉર્જાના કાર્યક્ષમ ઉપયોગ બાબતે વિદ્યાર્થીઓને સમજ આપી માહિતગાર કરવાના હતા અને ઉર્જા બચત સાથે પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતના ઉપયોગ પર ભાર મુક્યો હતો જેમાં આજની આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનારા તમામ બાળકો પૈકી શ્રેષ્ઠ પ્રદર્શન કરી શ્રેષ્ઠ ચિત્ર દોરનાર ૧ થી ૩ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે સન્માનિત ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं