હાલોલ શહેરની મધ્યમાં વિઠ્ઠલપુરા ખાતે આવેલી વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળાના જૂના મકાનને તોડી હાલોલ સ્થિત વિન્ડાર રીન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ હાલોલ તાલુકા અને પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગના સહયોગથી અત્યાધુનિક તમામ સુવિધાઓથી સજજ એવી ડિસ્ટ્રીક પ્રાઇમરી એજ્યુકેશન કમિટી પંચમહાલ દ્વારા સંચાલિત સમગ્ર હાલોલ તાલુકા પંથકની એકમાત્ર ગવર્મેન્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૧ થી ૭ સુધીની તાલુકાની એક માત્ર ગવર્મેન્ટ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં વિન્ડાર કંપની દ્વારા તમામ પ્રકારની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વર્ગખંડો,શાળા કેમ્પસ સહિતનું બાંધકામ કરી સ્માર્ટ ક્લાસરૂમ,કિચન,સ્ટોર રૂમ સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ સભર નિર્માણ કરાયેલ સ્કૂલના મકાનનું ભવ્ય નિર્માણ કામ પૂર્ણ થતા આજરોજ ગુજરાત રાજ્યના પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ આદિજાતિ કેબિનેટ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર તેમજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ વિન્ડા કંપનીના સી.ઈ.ઓ. કે.ભારથીના વરદ્ હસ્તે તેમજ અનેક નામિ મહાનુભવોની ઉપસ્થિતિમાં ગવર્મેન્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલનું ઉદ્દઘાટન કરી લોકાર્પણ કરાયું હતું જેમાં આજના આ લોકાર્પણના ભવ્ય કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ,હાલોલ તાલુકા શિક્ષણ અધિકારી સોનલબેન સહિત પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર, હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડ,પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપ્તિબેન પટેલ સહિત શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા અનેક મહાનુભવો એસએમસી હોદ્દેદારો, સદસ્યો તેમજ મોટી સંખ્યામાં વિવિધ શાળાના આચાર્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત વિન્ડાર કંપનીના સી.એસ.આર. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.